સરદાર પટેલે ખતપત્ર તૈયાર કર્યું
એમાં નાના રાજ્યોને ભેળવી દઈ પ્રાંત બનાવ્યા.દા.ત.સોરઠ સંઘની રચના,આમ
આવી રીતે 559 રાજ્યો રાજીખુશીથી ભારત સંઘમાં જોડાઈ ગયા માત્ર
ત્રણ રાજ્યો હતા તેમાં પ્રશ્ન ઊભો થયો કે સંઘમાં જોડાવું કે નહીં.
(1) 1. જૂનાગઢ :
આ સૌરાષ્ટ્રનું એક નાનું રાજ્ય હતું આ
રાજયમાં સૌથી વધુ વસ્તી હિન્દુ હતી પણ શાસક મુસ્લિમ હતો જેનું નામ મહોબતખાન હતું.
આ નવાબે ભારત આઝાદ થયા પછી પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી પણ તેની પ્રજા
ભારત સંઘ સાથે જોડાવા ઈચ્છતી હતી.આથી નવાબ મહોબતખાન અને તેનો વજીર કાસીમ હઝી ગઝની
એ બંનેએ ભેગા મળીને જાહેર કર્યું કે અમે પાકિસ્તાન સાથે જોડાઈ ગયા છીએ જેનો વિરોધ
જૂનાગઢની પ્રજાએ કર્યો અને સરદાર પટેલને પ્રજાએ આ બાબત વિષે રજૂઆત કરી.સરદાર પટેલે
મુંબઈમાં શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરઝી હકૂમત ની સ્થાપના કરી અને તેને જૂનાગઢ
પર આક્રમણ કરવાની રજૂઆત કરી.શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણી આ બંને લશ્કર દ્વારા
જૂનાગઢમાં પ્રવેશ્યા અને તેમણે ત્રણ રીતે લડત ચલાવી
1.
અસહકાર : આ સમયે જૂનાગઢમાં એક ટ્રેન ચાલતી હતી તેમાં
બેસવાનું બંધ કર્યું ,કર ( મહેસૂલ ) આપવાનું બંધ કર્યું તેથી આવક
ઘટી ગઈ.
2.
રેડિયો સ્ટેશનની સ્થાપના :પ્રજામાં જાગૃતિ લાવવા
3.
લશ્કર દ્વારા હુમલો : હુમલા દ્વારા રાજ્યો જીતવામાં આવ્યા.
છેવટે મહોબતખાને અમરેલી અને ભાવનગર પાસે
મદદ આ બંને રાજયો ભારત સંઘ સાથે જોડાઈ ગયા હતા તેથી મદદ મળી નહીં.તેથી કેશોદ હવાઈ
મથકથી નવાબ પાકિસ્તાન ભાગી ગયો.આથી જૂનાગઢમાં આરઝી હકૂમતની સ્થાપના થઈ.ત્યાર પછી
પ્રજામત લેવામાં આવ્યો તેમાં 90% લોકોએ ભારત સાથે જોડાવાની વાત કરી તેથી 20મી
જાન્યુઆરી 1950 માં જૂનાગઢ ભારતીય સંઘનો ભાગ બન્યું.
(2) 2.હૈદરાબાદ
:
દેશી રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય હૈદરાબાદ
હતું.અહી હિન્દુઓની વધુ વસતિ હતી પણ શાસક મુસ્લિમ હતો જેનું નામ નિઝામ
હતું.ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો હૈદરાબાદ એ ભારત સંઘની વચ્ચે આવેલું રાજ્ય હતું.આથી
સરદાર પટેલે નિઝામને ભારત સંઘમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું પણ નિઝમે તેનો
અસ્વીકાર કર્યો.અને નિઝામે એમ કહ્યું કે અમારે પાકિસ્તાન કે ભારત સાથે જોડાવું નથી
પણ તટસ્થ રહેવું છે.નિઝામની ગુપ્ત યોજના પાકિસ્તાન સાથે જોડાવવાની હતી.આ ઉપરાંત
તેને લશ્કરમાં વધારો કર્યો.તેમજ યોજના બનાવવા
અને લશ્કરમાં વધારો કરવા પાકિસ્તાન સાથે મદદ લીધી.હૈદરાબાદને પાકિસ્તાન
સાથે જોડાવાની યોજના નિઝામનો વજીર કાસીમ રીઝવી હતો તેની હતી.સરદાર પટેલે કનૈયાલાલ
માણેકલાલ મુન્શીને સાથે મળીને ચર્ચા વિચારણાઓ કરી.
જો ભારત સંઘ
હૈદરાબાદ ઉપર જોડાણ કરવા માટે દબાણ કરશે તો હૈદરાબાદમાં રહેલી હિન્દુ વસતિ ઉપર
હુમલાઓ કરવામાં આવશે. હૈદરાબાદ ભારત સાથે જોડાઈ જયા તે માટે માઉન્ટ બેટને પણ
પ્રયત્નો કર્યા.હૈદરાબાદની હિન્દુ વસતિ પણ નિઝામથી ત્રાસી ગઈ હતી.13 મી સપ્ટેમ્બર
1948માં સરદાર પટેલે લશ્કરી કાર્યવાહી શરૂ કરી.અને લશ્કરે હૈદરાબાદ નો કબ્જો લઈ
લીધો રીઝવીને કેદ કરવામાં આવ્યો અને તેને કારાવાસની સજા કરવામાં આવી.નિઝામ માની
ગયો અને ભારત સાથે જોડાણ કર્યું.સરદાર પટેલે નિઝામને પ્રાંતનો વડો બનાવ્યો.
(3) 3.કાશ્મીર
:
આ રાજ્ય ભારતની ઉત્તર સરહદે આવેલું રાજ્ય
છે.તેથી આ રાજ્ય ભારત કે પાકિસ્તાન બંને સાથે જોડાઈ શકે.સરદાર પટેલને પહેલેથી જ આ
રાજયમાં રસ ન હતો.કાશ્મીરમાં 85% વસતિ મુસ્લિમ હતી અને શાસક હિન્દુ હતો.તેનું નામ
હરિસિંહ હતું.ભારત આઝાદ થયા પછી કાશ્મીરના રાજાએ અલગ સ્વતંત્ર રહેવાની જાહેરાત કરી
પણ મહમદઅલી જીન્હા ને કાશ્મીરમાં ખૂબ રસ હતો.તેથી પાકિસ્તાન કોઈપણ ભોગે કાશ્મીરને
પોતાનો ભાગ બનાવવા માગતું હતું એટલે ઈ.સ.1947માં પાકિસ્તાન સેનાની સહાયથી કેટલાક ઘૂષણખોરોએ
શ્રીનગરની સરહદો ઉપર આક્રમણ કર્યું.રાજા હરિસિંહે તાત્કાલિક ભારત સંઘની મદદ
માંગી.એટલે સરદાર પટેલે ભારત સંગ સાથે જોડાવાની વાત કરી કશ્મીરના રાજાને જણાવ્યુ
કે તમે જો ભારત સંઘમાં જોડાણ કરો તો અમે મદદ કરીએ તેથી રાજા હરિસિંહે તાત્કાલિક
કામચલાઉ ખતપત્ર ઉપર સહી કરી કશ્મીરને ભારત સાથે જોડી દીધું.ભારતીય હવાઈ દળો અને
ભૂમિ દળોએ કાશ્મીર ઉપર આક્રમણ કરી ભારતીય સૈનિકોએ ઘૂષણખોરોને દૂર કર્યા આમ કાશ્મીર
એ ભારતનો એક ભાગ બની ગયું.
(4) 4.મુંબઈ
રાજ્યની રચના
સરદાર
પટેલે કોલ્હાપુરના રાજાને સમજવીને ભારત સંઘા સાથે જોડ્યા.ત્યાર પછી વડોદરાના રાજા
ગાયકવાડને જોડાવવા સમજાવ્યા.પણ ગાયકવાડ માન્ય નહીં.તેથી સરદાર પટેલે વર્ષાસન
આપવાની વાત કરી તેથી ગાયકવાડ રાજા માની ગયા.પણ સરદાર પટેલનું મૃત્યું થયું ત્યારે
રાજા પ્રતાપસિંહે વિશ્વાસઘાત કર્યો હતો.પણ કોલ્હાપુરના રાજા અને વડોદરાના રાજાને
ભેગા કરી મુંબઈ રાજ્યની રચના કરી હતી.
(5) 5. સોરઠ
સંઘની સ્થાપના
223
રજવાડા હતા.સરદાર પટેલ આ રજવાડાના રાજાઓને મળ્યા અને આ સમયે બધા રજવાડાની કુલ 2
લાખની વસતિને ભેગી કરી સોરઠ સંઘની રચના કરી.
સોરઠની
વસતીએ પ્રતિનિધિત્વ બંધારણ સ્થાપ્યું.આ બંધારણ પ્રમાણે તેમનો એક પ્રતિનિધિ પ્રજાના
અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે ધારાસભામાં વહીવટ કરે અને ઘડાયેલા કાયદા પ્રમાણે
કાર્ય કરે સૌરાષ્ટ્રની એકતા માટે સૌરાષ્ટ્રના રાજાઓએ સહીઓ કરી અને આમ સોરઠ સંઘની
સ્થાપના કરી.
(6) 6.રાજસ્થાન રાજ્યની રચના
ભરતપુર,અજમેર,કોટા,બિકાનેર
આ રાજ્યો પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા હતા.સલામતિનો પ્રશ્ન હતો.તેમજ સરહદ પર હોવાથી
પાકિસ્તાન અને ભારત બંને દેશોમાંથી એકપણ દેશ સાથે ન જોડાય તો વિકાસ રુંધાય.આથી
સરદાર પટેલે સમજાવ્યા તેથી રાજસ્થાન ભારત સંઘ સાથે જોડાઈ ગયું.
(7) 7.દક્ષિણ
ભારતના રાજયોની રચના
ત્રાવણકોર અને
કોચીન આ રાજયોના રાજાઓને સરદાર પટેલે વર્ષાસન ( ખર્ચની રકમ ) આપી ભારત સંઘ સાથે
જોડ્યા.આમ દક્ષિણ ભારતના રાજયોની રચના થઈ.
આ સમયે બિહારને
બંગાળ સાથે જોડી દીધું.બનારસને ઉત્તરપ્રદેશમાં જોડ્યુ.કચ્છ,ત્રિપુરા બિલાસપુર
વગેરેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા.
(8) 8. ઈન્દોર
અને ભોપાલ
આ રાજ્યોએ પહેલા
ભારત સંઘ સાથે જોડાવવાની ના પાડી પણ સરદાર પટેલના વારંવાર પ્રયત્નોથી આ રાજ્યો પણ
ભારત સંઘ સાથે જોડાઈ ગયા.
(9) 9.જોધપુર
પાકિસ્તાને
જોધપુરના રાજાને કેટલાક પ્રલોભનો આપ્યા એના કારણે તેને પાકિસ્તાન સાથે જોડાવું
હતું.આથી સરદાર પટેલે રાજાને કહ્યું કે “ જો જોધપુરનું રાજ્ય ભારત સંઘમાં નહીં
જોડાય તો જોધપુર અને ભારત બંનેને નુકશાન થશે.” પરિણામે જોધપુર ભારત સંઘમાં જોડાઈ
ગયું.તેની સાથે સાથે આજુબાજુના નાભાં અને ઘોડાપુર બંને રાજ્યો પણ ભારત સંઘમાં
જોડાયા.
(1010.પંજાબ
અને સિંધ રાજયોની રચના
પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 21 દેશી
રાજ્યો હતા.આ 21 રાજ્યોને સરદાર પટેલે સમજાવીને ભારત સંઘમાં જોડાયા.
(11.11.સમાપન :
અખંડ ભારતનું નિર્માણ કરવામાં સરદાર પટેલે
ખૂબ મહત્વનો ફાળો આપ્યો.દેશી રાજયોના રાજાઓને સમજાવવાની કામગીરી ખુબા જ અઘરી
હતી.તે સરદાર પટેલના પ્રયત્નોથી પર પડી.આ માટે સરદાર પટેલે સામ,દામ,દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કર્યો. ઇ.સ.1961 માં પોર્ટુગીઝોએ દીવ અને દમણ
ભારતને સોંપી દીધા.આમ ઇ.સ.1947 માં જે વિલીનીકરનની કામગીરી શરૂ થઈ હતી તેનો અંત
ઇ.સ.1961માં આવ્યો.
PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.