મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે

શુક્રવાર, 1 ડિસેમ્બર, 2017

રાજ્ય - ઉત્તરપ્રદેશ


ઉત્તરપ્રદેશ
  • સીમાઓ :- પશ્ચિમમાં રાજસ્થાન, ઉત્તર પશ્ચિમમાં દિલ્લી અને હરિયાણા, ઉત્તરમાં ઉત્તરાખંડ અને નેપાળ દેશ, ઝારખંડ , દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ સરહદ આવે છે.
  • ક્ષેત્રફળ :- ૨,૩૮,૫૬૬ (ચો.કિ.મી)
  • દેશમાં સ્થાન :- પ્રથમ
  • સ્થાપના :- તા. ૨૬/૦૧/૧૯૫૦ (સ્થાપના દિવસ- પહેલી નવેમ્બર ૧૯૫૬)
  • પાટનગર :- લખનૌ
  • હવાઈ મથકો :- લખનૌ, કાનપુર, અલાહાબાદ, વારાણસી, આગ્રા, ઝાંસી, બરેલી, ગાઝીયાબાદ, ગોરખપુર, સહરાનપુર, રાયબરેલી
  • રાજ્યપાલ :- રામનાઈક
  • મુખ્યમંત્રી :- શ્રી આદિત્યનાથ યોગી
  • ડે. મુખ્યમંત્રી :- કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા
  • સ્પીકર :- હરીદાઈ નારાયણ
  • રાજભાષા :- હિન્દી,ઉર્દૂ
  • રાજ્ય પક્ષી :-સારસ
  • રાજ્ય પશુ :- હરણ
  • રાજ્ય વૃક્ષ :- સાલ
  • રાજ્ય ફૂલ :-આસોપાલવ
  • રાજ્ય નૃત્ય :-કથક ,કજરી, નૌટંકી,રાસલીલા
  • રાજ્ય રમત :-હોકી
  • રાજ્ય ચિન્હ :- માછલી અને તીર કમાન
  • હાઈકોર્ટ :- અલ્હાબાદ (ખંડપીઠ-લખનૌ) (સ્થાપના :-તા.૧૧/૬/૧૮૬૬)
  • રાજ્યમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા :- ૯૧
  • મુખ્ય ન્યાયાધીશ :- બાબાસાહેબ ભોંસલે
  • કુલ વસ્તી :- ૧૯,૯૮,૧૨,૩૪૧ (૨૦૧૧)
  • વસ્તી ક્રમ :-પ્રથમ
  • વસ્તી ગીચતા :-૮૨૯
  • જાતિ પ્રમાણ :- ૯૧૨
  • સાક્ષરતાનો દર :- ૬૮.૭૨%
  • લોકસભાની સીટો :- ૮૦
  • વિધાનસભાની સીટો :- ૪૦૩ (૪૦૨ + ૧ એગ્લો ઇન્ડિયન)
  • વિધાન પરિષદ બેઠકો :- ૧૦૦ (૯૯ + ૧ એગ્લો ઇન્ડિયન)
  • રાજ્યસભાની સીટો :- ૩૧
  • જીલ્લાની સંખ્યા :-૭૫(સૌથી મોટો જિલ્લો લખીમપુર અને સૌથી નાનો જિલ્લો સંત રવિદાસનગર છે.)
  • તાલુકાની સંખ્યા :- ૩૩૨
  • મહાનગર :-કાનપુર, વારાણસી, આગ્રા, પ્રયાગ, ગાઝિયાબાદ, અલીગઢ, ઝાંસી, મથુરા, અયોધ્યા, ગોરખપુર,લખનૌ, રાયબરેલી,
  • મુખ્ય પાક :-
  • મુખ્ય ઉધોગ :- ( ૫,૨૧,૮૩૫ લઘુ ઉદ્યોગો, ૬૮ કાપડની મિલો અને ૩૨ ઓટોમોબાઈલ કારખાનાઓ છે.)
  • ચર્મઉદ્યોગ (કાનપુર)
  • ખાતર(ફૂલપુર, ગોરખપુર)
  • ગરમ કાપડ ( કાનપુર)
  • કાચઉદ્યોગ( ફીરોઝાબાદ)
  • ઈલેક્ટ્રોનિક ઉદ્યોગ ( ગાઝિયાબાદ)
  • એલ્યુમીનીયમ( રેણુકોટ)
  • ખાંડ ઉદ્યોગ ( કાનપુર, લખનૌ, ગોરખપુર)
  • ડેરી ઉદ્યોગ (કાનપુર અને અલીગઢ)
  • સિમેન્ટ ઉદ્યોગ (કજરાહટ)
  • ખનીજ :- ફોસ્ફોરાઈટ્સ( લલિતપુર જીલ્લો)
  • રાષ્ટ્રીય નેશનલ પાર્ક :- જીમ કોરબેટ નેશનલ પાર્ક (રામગંગા), દૂધવા નેશનલ ઉદ્યાન (લખીમપુર)
  • મુખ્ય નદીઓ :- ભાગીરથી, રિહાન્દ,રામગંગા,ગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, બેતવા, શારદા, ચંબલ, સિંધ,કેન અને સોન
  • પર્વતો :- વિંધ્ય, શિવાલિક અને કૈમૂર
  • પરિયોજનાઓ :- તેહરી પરિયોજના,રામગંગા પરિયોજના
  • સડકોનો વિસ્તાર :- કુલ ૧,૧૮,૯૪૬ કિ.મી.
  • જળાશય ડેમ (સરોવર) :-
  • જાહેર સાહસો :-
  • ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિ.(O.C),મથુરા
  • ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ લિ., નૈની
  • ડીઝલ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લિ.,વારાણસી
  • ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા, ગોરખપુર
  • ભારત ઇલેક્ટ્રોનિકસ લિ.( BEL) , ગાઝીયાબાદ
  • નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC), સિંગરોલી)
  • જોવાલાયક સ્થળો :-તાજમહેલ (આગ્રા) સલીમ ચિશ્તી દરગાહ(ફતેહપુર સીકરી), વારાણસી, ગોરખપુર, અયોધ્યા,ઝાંસી, લખનૌ,હરિદ્વાર, કેદારનાથ, પ્રયાગ,કાશી, ગોકુળ-મથુરા, ચિત્રકૂટ , સારનાથ, કુશીનગર, પ્રતાપગઢ,વૃંદાવન, ગોકુલ,સંત કબીરનગર
  • મહત્વની યોજનાઓ :-
  • ભાગ્યલક્ષ્મી યોજના (ગરીબ પરિવારમાં પુત્રીના જન્મ થતાં રૂ. ૫૦,૦૦૦ના બોન્ડ અને માતાને રૂ.૫૧૦૦/- આપવામાં આવે છે.)
  • વિશેષ માહિતી :-
  • ભારતનું સૌથી વધુ વસ્તીગીચતાધરાવતું રાજ્યમાંનું એક છે.
  • ઉત્તરપ્રદેશ ભારતની ઉત્તરે આવેલું રાજ્ય છે. તેનો ઈતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે.
  • વારાણસી નજીક સારનાથનું ચૌખંડી સ્તૂપ જ્યાં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો.
  • ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ અવતાર શ્રીરામચંદ્રજીએ અયોધ્યા અત્યારે ફૈઝાબાદ જીલ્લોમાં જન્મ લીધો હતો. ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ પ્રયાગ અને ચિત્રકૂટ વગેરે વિસ્તારમાં વિતાવ્યો હતો.
  • ઉત્તરપ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિતા કૃપલાણી (૧૯૬૩) અને પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ (૧૯૪૭) હતા.
  • નોયડા અને લખનૌ ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ છે.
  • કાનપુરમાં ગ્રીનપાર્ક સ્ટેડીયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડીયમ છે. આ ઉપરાંત વિશ્વમાં ચામડાના ચંપલ માટે પ્રખ્યાત છે.
  • અલ્હાબાદમાં ગંગા, જમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે.
  • વિશ્વની સૌથી મોટી હનુમાનજીની ૧૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિ સીતામઢીમાં આવેલી છે.
  • પ્રથમ આર્યુવેદિક દવા ઉદ્યોગ માટે હરદોઇ જિલ્લામાં ન્યુ ઈન્ડીયા ફાર્માસિસ્ટલની સ્થાપના કરવામાં આવી હતી.
  • ઉત્તરપ્રદેશમાં સોનભદ્ર જીલ્લો દેશનો એકમાત્ર એવો જીલ્લો છે કે જેને ચાર પ્રદેશોની સીમાઓ ધરાવે છે.
  • ઉત્તરપ્રદેશના પ્રથમ રાજ્યપાલ હોરમસજી મોદી (૧૯૫૦)માં હતા.
  • સંત કબીરની સમાધી સંત કબીરનગરમાં આવેલી છે.
  • રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી તથા રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની જન્મભૂમિ છે
  • મથુરામાં ખનીજતેલ શુદ્ધીકરણ (રીફાઈનરી) આવેલી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for comments